જય ગુરુદેવ ,
- અખિલ બ્રહ્માંડની સર્વ શક્તિ સમન્વય શક્તિ પરાઅંબા જેનું અંગ છે તે ઓમ શિવોહમ સ્વયં જ્યોતિ પરબ્રહ્મ પરમાત્મા છે.
- અખિલ બ્રહ્માંડમાં ઓમ તત્વમાં ઓતપ્રોત છે તે સપૂર્ણ છે.
- જીવ ભાવ ,જગત ભાવ ,પ્રકૃતિ ભાવ,દેહ ભાવ આ સર્વ વિકારી તત્વ છે અને સંપૂર્ણ પરમનિર્વિકાર ઓમ શિવોહમ સ્વયં જ્યોતિ પરબ્રહ્મ પરમાત્મા છે.
- પરોક્ષ જ્ઞાન કરવાવાળાને લૌકિક , ભૌતિક ,ક્ષણિક શાંતિ મળે છે જયારે અપરોક્ષ જ્ઞાન કરવાવાળાને નીત્યાખંડ આત્મ શાંતિ મળે છે.
- નવગ્રહોનાં આશ્રયથી જે વસ્તુ છે તેનું નામ ગૃહસ્થી છે અને જેને નવ ગ્રહ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તેનું નામ પરમહંસ અવધૂત સંન્યાસી છે.
- અહં બ્રહ્માંસ્મી ,હું જ બ્રહ્મ છું , આપણે મિથ્યા ને વસ્તુ થી બદલીએ છીએ પરંતુ મિથ્યા ને સત્ય થી બદલાતા રહીએ તો જ આત્મા સંતુષ્ટ થશે.
- જો તમે મન ને સમર્થન આપશો તો તે તરતજ ઇચ્છામાં પરિવર્તન પામશે અને તે પૂરી કરવામાં તમે દુખી જ થશો.
- જયારે આપણે એમ કહીએ છીએ કે આ ચીજ કે સુખ મારા કર્મો થી મળી છે તો તે ચીજ કે સુખ થોડા સમય માટે જ હોય છે પરંતુ એમ કેહવું જોઈએ કે આ મને ઈશ્વરની કૃપા થી મળી છે તો તે ચીજ કે સુખ કાયમી બની જાય છે.
- જેઓ બ્રહ્મ ને જાણી જાય છે તેઓ સ્વયં બ્રહ્મ બની જાય છે ,ઈશ્વર પણ બ્રહ્મ છે અને જીવ પણ બ્રહ્મ છે. આ રીતે જેઓ બ્રહ્મ ને જાણે છે માણે છે તેઓ ભ્રમરૂપ થઇ જાય છે.
- પાંચે ઇન્દ્રિયો મનની સાથે એકદમ સ્થિર થઇ જાય છે ત્યારે બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
Advertisements