સળગતા સવાલો ?


 • ઉતર ગુજરાત યુનિવર્સિટીનું નવું નામકરણ શ્રી હેમચંદ્રાચાર્ય  અપાયું.
 • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નવું નામકરણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અપાયું.
 • વલ્લભ વિદ્યાનગર  યુનિવર્સિટીનું નવું નામકરણ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી અપાયું.
 • તો કેમ ગુજરાત યુનિવર્સિટીનું નવું નામકરણ મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેમ ના રાખી  શકાય?
  આપનો અભીપ્રયાય જણાવશો.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

  શ્રી બુદ્ધ ની વાણી  ચાર આર્ય સત્ય

  1. દુખ છે .
  2. દુખ નું કારણ છે.
  3. દુખ નું નિવારણ  છે.
  4. દુખના નિર્વાણ નો માર્ગ છે.

  પંચશીલ

  1. હિંસા ના કરવાના આદેશને પાળો.
  2. ચોરી ના કરવાના આદેશ નું પાલન કરો.
  3. વ્યભિચાર ન કરવાનો આદેશ સ્વીકારો.
  4. અસત્ય ન બોલવાનો આદેશ સ્વીકારો.
  5. મદ્યપાન ના કરવાના આદેશનું પાલન કરો.

  

  બુદ્ધ ના ઉપદેશ

  1. હત્યા ન કરો.
  2. ચોરી ન કરો.
  3. વ્યભિચાર ન કરો.
  4. અસત્ય ન બોલો.
  5. નિંદા ન કરો.
  6. કર્કશ વાણી ન બોલો.
  7. વ્યર્થ વાતો ના કરો.
  8. અન્યની સંપત્તિનો લોભ ન રાખો.
  9. તિરસ્કાર ન કરો.
  10. ન્યાયપૂર્વક વિચારો.

  પુણ્ય કર્મ

  1. સુપાત્રને દાન આપો.
  2. નીતિનિયમોનું પાલન કરો.
  3. સદ્દ વિચારોનો અભ્યાસ અને તેની વૃદ્ધિ કરો.
  4. બીજાની સેવા કરો.
  5. માતા પિતા તથા વડીલોનું સન્માન કરો.
  6. પોતાના પુણ્ય નો ભાગ અન્યને આપો.
  7. બીજા પોતાનું પુણ્ય આપે તેનો સ્વીકાર કરો.
  8. સદ્દધર્મના સિન્ધાંતનો પ્રચાર કરો.
  9. પોતાના દોષો ની નિવારણ કરો.

  ગુરૂ શ્રી અદ્વેતાનંદજી નો આધ્યાત્મિક પ્રસાદ


  જય ગુરુદેવ ,

  1. અખિલ  બ્રહ્માંડની સર્વ શક્તિ સમન્વય  શક્તિ પરાઅંબા  જેનું અંગ છે તે ઓમ શિવોહમ  સ્વયં જ્યોતિ પરબ્રહ્મ પરમાત્મા છે.
  2. અખિલ બ્રહ્માંડમાં  ઓમ  તત્વમાં ઓતપ્રોત છે તે સપૂર્ણ છે.
  3. જીવ ભાવ ,જગત ભાવ ,પ્રકૃતિ ભાવ,દેહ ભાવ આ સર્વ વિકારી તત્વ છે અને સંપૂર્ણ પરમનિર્વિકાર ઓમ શિવોહમ  સ્વયં જ્યોતિ પરબ્રહ્મ પરમાત્મા છે.
  4. પરોક્ષ જ્ઞાન કરવાવાળાને  લૌકિક , ભૌતિક ,ક્ષણિક શાંતિ મળે છે જયારે  અપરોક્ષ જ્ઞાન કરવાવાળાને નીત્યાખંડ આત્મ શાંતિ મળે છે.
  5. નવગ્રહોનાં આશ્રયથી જે વસ્તુ છે તેનું નામ ગૃહસ્થી  છે અને જેને નવ ગ્રહ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તેનું નામ પરમહંસ  અવધૂત સંન્યાસી છે.
  6. અહં બ્રહ્માંસ્મી ,હું જ બ્રહ્મ છું , આપણે મિથ્યા ને વસ્તુ થી બદલીએ છીએ પરંતુ મિથ્યા ને સત્ય થી બદલાતા રહીએ તો જ આત્મા સંતુષ્ટ થશે.
  7. જો તમે મન ને સમર્થન આપશો તો તે તરતજ ઇચ્છામાં પરિવર્તન પામશે અને તે પૂરી કરવામાં તમે દુખી જ થશો.
  8. જયારે આપણે એમ કહીએ છીએ કે આ ચીજ કે સુખ મારા કર્મો થી મળી છે તો તે ચીજ કે સુખ થોડા સમય માટે જ હોય છે પરંતુ એમ કેહવું જોઈએ કે આ મને ઈશ્વરની કૃપા થી મળી છે તો તે ચીજ કે સુખ કાયમી બની જાય છે.
  9. જેઓ બ્રહ્મ ને જાણી જાય છે તેઓ સ્વયં બ્રહ્મ બની જાય છે ,ઈશ્વર પણ બ્રહ્મ છે અને જીવ પણ  બ્રહ્મ છે. આ રીતે જેઓ બ્રહ્મ ને જાણે છે માણે છે તેઓ ભ્રમરૂપ  થઇ જાય છે.
  10. પાંચે ઇન્દ્રિયો મનની સાથે એકદમ સ્થિર થઇ જાય છે ત્યારે બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

  શ્રી શંકરાચાર્યની વાણી


  અવિદ્યા
  1. જેમ અંધારામાં પડેલ દોરડાને સાપ માની લેવામાં આવે છે તથા છીપ ને ચાંદીનો ટુકડો સમજી લેવાય છે તેમ અજ્ઞાની પુરુષ દેહ ને જ આત્મા માની લે છે.
  2. લાકડાના ઠુંઠાને માનવ તથા મૃગજળને જળ માની લેવાનો ભ્રમ થઇ જાય છે. એવી જ રીતે ભ્રમને કારણે અજ્ઞાની પુરુષ દેહને જ આત્મા માની લે છે.
  3. આત્મા વસ્તુતઃ એક અને નીરવયવ છે,એનાથી ઊલટું દેહ અનેક અંગો થી બન્યો છે ; છતાં જુઓ નવાયની વાત ,લોકો બંનેને એક જ માને છે.આનાથી  મોટું અજ્ઞાન બીજું કયું હોઈ શકે ?
  4. કર્મ માત્રથી અજ્ઞાનનો નસ થઇ સકતો નથી ,કારણકે કર્મ  અને અજ્ઞાનમાં કો ઈ વિરોધ નથી. જેવી રીતે અંધકારનો નાશ પ્રકાશ થી થાય છે તેવી રીતે અજ્ઞાન નો નાશ માત્ર જ્ઞાનથી જ થશે.

  અગ્નિમુખ ચૂર્ણ


  દ્રવ્યો : કઠ આંઠ ગ્રામ ,ચિત્રકમૂળ સાત ગ્રામ ,અજમો પાંચ ગ્રામ ,હરડે છ ગ્રામ ,પીપર ત્રણ ગ્રામ, વજ બે ગ્રામ ,સુંઠ ચાર ગ્રામ  અને ઘીમાં તળેલી હિંગ એક ગ્રામ,મિક્ષ કરી બારીક વાટીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું .
  અનુપાન : મધ , મોળી છાશ ,દહીં અથવા નવશેકા પાણી સાથે લેવું.
  કયા રોગ પર અસરકારક : પેટના રોગો,નબળી પાચનશક્તિ,અર્જીણ કબજિયાત ,પેટના દુખાવો ,દમ ,ખાંસી ,વાયુ વગેરે પર આ ચૂર્ણ આપી શકાય.