FUNNIEST વિડિઓ જોવા માટે ની લીંક


FUNNIEST વિડિઓ જોવા માટે ની લીંક

સસ્તા સુંદર અને ટીકાઉ GADGETS માટેની લીંક


સસ્તા સુંદર અને ટીકાઉ GADGETS  માટેની લીંક

પુસ્તકો ને સાચવો


પુસ્તકો આપણા બધાનો સાચો સાથી હોય છે. તે નવરાશના સમયમાં ટાઇમપાસ કરવાની સાથે આપણાં જ્ઞાનમાં પણ વધારો કરે છે. એટલું જ નહીં, પુસ્તકોને યોગ્ય રીતે સજાવીને ઘરના ઇન્ટિરિયરને પણ નવો લુક આપી શકીએ છીએ. કેવી રીતે રાખશો પુસ્તકોની સંભાળ ? આવો તેના પર નાખીએ એક નજર

* પુસ્તકોમાં કાંઇ લખવું કે અંડરલાઇન કરવી જોઇએ નહીં. પેનની ઇન્ક પુસ્તકો માટે નુકસાનકારક હોઇ શકે છે.

* ખાતી – પીતી વખતે પુસ્તકો વાંચવાનું ટાળવું જોઇએ. ખાતી વખતે પુસ્તક સાથે લઇને વાંચવાથી ખાવાની વસ્તુ પુસ્તક પર પડવાની સંભાવના રહે છે અથવા પડે છે. આમ પુસ્તક ખરાબ થાય છે. જો તમારે પુસ્તક વાંચતી વખતે કાંઇ ખાવું જ હોય તો ખાવાની પ્લેટથી પુસ્તકને દૂર રાખો અને હાથ લૂછયા પછી જ પાનું પલટાવો.

* ઘરમાં પુસ્તકોને બુક શેલ્ફમાં જ રાખો. આ શેલ્ફ રૂમની સિલિંગથી બે ફૂટ નીચે બનાવો. દરેક શેલ્ફમાં એક જ પ્રકારનાં પુસ્તકો રાખો. પુસ્તકો ઠાંસી – ઠાંસીને ન રાખો. શેલ્ફના માત્ર ૬૦ ટકા ભાગમાં જ પુસ્તકો મૂકો અને બાકીનો ભાગ ખુલ્લો રહેવા દો.

* જો ઘરમાં પુસ્તકો ખૂબ જ વધારે હોય, તો એક જ રૃમમાં મોટો શેલ્ફ બનાવવાને બદલે દરેક રૃમમાં નાના – નાના બુક રેન્ક રાખો. જેમ કે વાનગીનું પુસ્તક રસોડામાં, બાળકોનાં પુસ્તકો અને કોમિક્સ કિડ્સ રૃમમાં અને એન્સાઇક્લોપીડિયા વગેરે બેડરૃમમાં. આમ કરવાથી પુસ્તકો શોધવાનું પણ સરળ રહેશે અને ઇન્ટિરિયરને પણ નવો લુક મળશે.

* બુક શેલ્ફની નિયમિત સફાઇ (ડસ્ટિંગ) કરો. સફાઇ કરતી વખતે દરેક પુસ્તકને અને તેની જગ્યાને સારી રીતે લૂછી નાખો.

* શેફમાં પુસ્તકો ઊભા મૂકો અને એકની ઉપર એક પુસ્તક રાખશો નહીં. આમ કરવાથી તે જલદી ફાટી જાય છે અથવા પુસ્તકને નુકસાન થાય છે.

* પુસ્તકો અથવા કોઇ પણ દસ્તવેજને લેમિનેટ શક્ય હોય ત્યાં સુધી ન કરાવશો.લેમિનેશન કરતી વખતે એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જે પુસ્તકો માટે યોગ્ય નથી. તેનાથી દસ્તાવેજ કે પુસ્તકને નુકસાન થાય છે.

* વધારે જૂના પુસ્તકોને લાકડાના કબાટ કે ઘોડામાં સાચવીને રાખો.

* પુસ્તકોને હવાઉજાસ મળી રહે તેવી જગ્યાએ રાખો. ભેજવાળી જગ્યા કે ભોંયરામાં તેને રાખશો નહીં. આમ કરવાથી પુસ્તકનાં પાના ખરાબ થાય છે અને ઉધઇ તથા અન્ય જીવાત લાગવાની સંભાવના પણ રહે છે

સ્ત્રોત } Nikhil Darji

http://www.sandesh.com

હૃદયને મજબૂત કરવાની ટિપ્સ


કેટલાક લોકોના હૃદય ઘણા પોચા હોય છે. અમુક ઉંમર પછી કેટલીક સમસ્યાઓ થતી હોય છે. આવા સમયે તેમનામાં હતાશા વ્યાપી જાય છે. તેમના માટે હૃદયને મજબૂત કરવાની કેટલીક ટિપ્સ અહીં આપી છે.

૧. સપ્તાહમાં ઓછામાં ઓછા પાંચ વાર અડધા કલાક માટે બહાર ફરવા જાવ.

૨. લાંબા સમય સુધી વજન ઊંચકીને ના ફરો.

૩. લાંબા સમય સુધી એક ના એક સ્થાને ના બેસો.

૪. શરીરના વજન પર નિયંત્રણ રાખો.

૫. શરીરનું બ્લડ પ્રેશર અને ખાંડ (શુગર)ને નિયંત્રિત રાખો. બી.પી.ના કારણે પણ હૃદયરોગની સમસ્યા થઇ

શકે છે.

૬. અમુક વર્ષ પછી દરેકે પોતાના શરીરની સંપૂર્ણ ખાસ કરીને હૃદયરોગ માટેની તપાસ કરાવતાં રહેવું

જોઇએ કારણ કે આવી સમસ્યા વારસાગત પણ હોઇ શકે છે.

૭. જો વ્યક્તિને તણાવની સમસ્યા થાય ત્યારે તેમાંથી બચવા તમારી હાલની રોજિંદી કાર્યશૈલી અને

જીવનશૈલી બદલો.

૮. હૃદયને મજબૂત કરવા માટે જોગિંગ કરવાને બદલે બહાર ફરવા જવું વધુ સારું છે કારણકે જોગિંગ

કરવાથી થાક વધુ લાગે છે. તેની સાથે સાથે સાંધામાં પણ દુખાવો થઇ શકે છે.

૯. યોગથી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે.

૧૦. ચાળીસી વટાવ્યા બાદ દરેકે પોતાની શારીરિક તપાસ સમયાંતરે કરાવવી જોઇએ. જેમાં શુગર,

કોલસ્ટ્રોલ, બી.પી. અને ઇકો ટેસ્ટ કરાવવા જોઇએ.

૧૧. એટેક આવે ત્યારે સૌથી પહેલાં જો એસ્પિરિનની ગોળી હોય તો તે પહેલા લઇ જીભની નીચે મૂકી દેવી.

જો શક્ય હોય તો સોર્બીટ્રેટની ગોળી આપી શકાય.

૧૨. ગેસને કારણે થતો દુખાવો અને એટેકનો દુખાવો બંને એક સરખા થતા હોવાથી તે બંને વચ્ચેનો ભેદ

પારખવો મુશ્કેલ છે. આવા સમયે ઇ.સી.જી દ્વારા નિદાન કરાવી શકાય છે.

૧૩. જે વ્યક્તિનું બી.પી. ૮૦ અને ૧૨૦ હોય તેવી વ્યક્તિને સ્વસ્થ ગણી શકાય.

૧૪. જે લોકો મોડી રાત સુધી ઓફિસમાં કામ કરવા ટેવાયેલા છે તેમને એટેક આવવાની શક્યતા વધુ રહે છે.

આવા લોકોમાં ઉંમર વધવાની સાથે સાથે સમસ્યાઓમાં વધારો થતો રહે છે. અનિયમિત જિંદગી,

ખાણી પીણી, માંસાહાર, આલ્કોહોલ, ધૂમ્રપાન વગેરેના કારણે એટેક આવવાની શક્યતા વધે છે.

૧૫. બી.પી.ને કાબૂમાં રાખવાની દવા લેવાથી ક્યારેક તેની શરીર પર આડઅસર થતી હોય છે પણ તે મોડી

શરૃ થતી હોય છે. તેથી તે દવા ચાલુ રાખવી વધારે સુરક્ષિત ગણાય છે.

૧૬. હિમોગ્લોબિન અને એટેક એ બંને ભિન્ન રોગો છે અને તેનાં લક્ષણો અને સમસ્યાઓ પણ અલગ

અલગ છે.

સ્ત્રોત } http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=66973