એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ


એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ

એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

પ્રાણ પ્યારું છે અમને
અતિશય વહાલું છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો
દૈત્યોનો તાપ નશાડ્યો
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

સેવા માર્ગ ચલાવ્યો
ભક્તિ માર્ગ વિકસાવ્યો
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે

મેવાડ મધ્યે બિરાજે
જેનું સ્વરુપ સુંદર ગાજે
એવું શું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે

કાંકરોલી મધ્યે બિરાજે
રૂડો રાય સાગર ગાજે
એવું શું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે

ગોકુલમાં ગૌધેનચારી
વૃંદાવન કુંજ બિહારી
એવું શું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે

એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ ભજન ની વિડિઓ લીંક
http://www.youtube.com/watch?v=A8xMUyiCpNU

શ્રીકૃષ્ણ: શરણં મમ:


શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ:

કદમ્બ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જમુના કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોરાસી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કમલકમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભૂમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતા ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વાજાં ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઈ ને તંબૂરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
નૃત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આકાશે – પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબ – લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજીના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોવર્ધનને શિખરે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ગહેવરવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ સ્વર સંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પુલિન કંદરા મધુવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજીના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહીજનનાં હૈયાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની સરોવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સૂર્ય આકાશે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમરોમ વ્યાકુળ થઈ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મન માંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ: ભજન ના વિડિઓ ની લીંક

જય જય ગરવી ગુજરાત


આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિજ્ઞા ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

સ્ત્રોત }  http://www.mavjibhai.com/

રચનાકાર } રમેશભાઈ  ગુપ્તા

યમુના જળમાં કેસર ઘોળી


યમુના જળમાં કેસર ઘોળી

યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર પ્યારમાં
તેલ સુગંધીવાળું નાખું વાંકડિયા તુજ વાળમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

કુમ કુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં
અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વા’લમા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

હસતી જાઉં વાતે વાતે નાચી ઊઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદીરને ટપકાં કરી દઉં ગાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

પગમાં ઝાંઝર છુમ છુમ વાગે કરમાં કંકણ વા’લમાં
કાનોમાં કુંડળ કંઠે માળા ચોરે ચીતડું ધ્યાનમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

મોર મુગટ માથે પહેરાવું મોરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાઉં તારા વ્હાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શામળા
રાખો ચરણે શામળા હો રાખો ચરણે શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

યમુના જળમાં કેસર  ભજન ના વિડિઓ ની લીંક
http://www.youtube.com/watch?v=6xbZy1AFNQM&feature=related