માઉસ વિના માઉસ પોઈનટર કેવી રીતે ચાલે ?


માઉસ વિના માઉસ પોઈનટર કેવી રીતે  ચાલે ?
જો તમારું માઉસ અચાનક કામ કરવાનું બંધ કરી દે તો  માઉસ વગર માઉસ પોઈનટર ચલાવવા માટે આપ તમારા keyboard  પરથી ચલાવી શકો છો.તેના માટે તમારે mousekeys  ઓન કરવી પડશે તેના માટે નીચેનું ચિત્ર જોવો.
mousekey
mousekeys  ને ઓન કરવા માટે  ડાબી  alt + ડાબી  shift + number  lock +ok  દબાવો .
હવે માઉસ પોઈનટર ને ચાલુ કરવા માટે
7        8       9
4                 6
1         2      3
નો ઉપયોગ કરજો ,clik  કરવા માટે 5  દબાવો.

Gmail અકાઉન્ટ ડીલીટ કરવા માટે


Gmail  અકાઉન્ટ ડીલીટ કરવા માટે

જો તમારી પાસે એક થી વધારે GMAIL ACCOUNT હોય તો તેને ડિલીટ કરવા માટે ની લીંક

https://www.google.com/accounts

માં જઈને જે GMAIL ACCOUNT ને ડિલીટ કરવાનું હોય તેમાં Login કરો,

Edit Google Products

ચિત્ર મુજબ My Products માં ડાબી બાજુ Edit ને  દબાવો


delete google account

Delete અચ્કોઉન્ત માં જઈને  Close account and delete all services and info associated with it માં જવો.

delete google account final step આગળના page  માં password  નાખો, Delete Google Account પર clik  કરો, તમારું account delete  થઇ જશે.

Gmail  અકાઉન્ટ ડીલીટ કરવા માટે

જો તમારી પાસે એક થી વધારે GMAIL ACCOUNT હોય તો તેને ડિલીટ કરવા માટે ની લીંક https://www.google.com/accounts

માં જઈને જે GMAIL અચ્કોઉન્ત ને ડિલીટ કરવાનું હોય તેમાં Login કરો,

Edit Google Products

ચિત્ર મુજબ My Products માં ડાબી બાજુ Edit ને  દબાવો


delete google account

Delete અચ્કોઉન્ત માં જઈને  Close account and delete all services and info associated with it માં જવો.

delete google account final stepઆગળના page  માં password  નાખો, Delete Google Account પર clik  કરો, તમારું account delete  થઇ જશે.

જય જય ગરવી ગુજરાત ! -કવિ નર્મદ


જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત

એકલો જાને રે! રવીન્દ્રનાથ ટાગોર


તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે!

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;

જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;

જ્યારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા-રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી! દીવો ન ધરે કોઇ,

જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે! – તારી

અનુવાદ: મહાદેવભાઇ દેસાઇ