ચીનથી કોરિયા અને સમગ્ર એશિયા તથા ભારતમાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ અને તેને ઉડાવવા પાછળના વિવિધ સાંસ્‍કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્‍યા. સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગજાપાનમાં પહોંચી. તેઓ પતંગનો ઉપયોગ શેતાની શક્‍તિને ડામવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે કરતા હતાં. એના સમયગાળા દરમિયાન જાપાનમાં પતંગને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી હતી.

ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો ૧૫૦૦ માં મોગલ કાળના એક ચિત્રમાં મળ્‍યો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા યુક્‍તિપૂર્વક સંદેશો મોકલતો દર્શાવ્‍યો છે. માઈક્રોનેશિયાના લોકો પાંદડાંની પતંગનો ઉપયોગ માછલી પકડવાના સાધન તરીકે કરતાં હતાં. પોલિનેશિયનોની લોકવાયકા પ્રમાણે બે દેવતાઈ ભાઈઓએ મનુષ્‍યને પતંગનો ખ્‍યાલ આપ્‍યો હતો.

૧૩ મી સદીના અંતમાં માર્કોપોલોએ યુરોપમાં પતંગની કહાણી પહોંચાડી હતી ૧૬ મી અને ૧૭ મી સદીમાં જહાજના સહેલાણીઓ જાપાન અને મલેશિયાની પતંગો લાવ્‍યા. યુરોપિયન સંસ્‍કૃતિમાં પતંગે કુતૂહલ જગાવ્‍યું હતું. ૧૮ મી અને ૧૯ મી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પતંગનો ઉપયોગ વાહન અને સાધનો તરીકે થવા લાગ્‍યો.

બેન્‍જામિન ફ્રેંકલિન અને અલેકઝાન્‍ડર વિલ્‍સે પવન અને હવામાનની વધુ માહિતી મેળવવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. સર જ્‍યોર્જ કેલી, સેમ્‍યુઅલ લેન્‍ગલી, લોરેન્‍સ હારગ્રેવ, અલેકઝાન્‍ડર ગ્રેહામ બેલ અને વ્રેટ બ્રધર્સે પતંગો સાથે વિવિધ પરીક્ષણો કર્યાં અને એરોપ્‍લેનના વિકાસમાં ફાળો આપ્‍યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્‍સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો પ્રયોગ કરીને દુશ્‍મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્‍લેનમાંથી તાત્‍કાલિક માહિતી પહોંચાડવા માટે કર્યો હતો.

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન નૌકાદળે પતંગના અન્‍ય ઉપયોગો શોધ્‍યા. હેરી સાઉલની બેરેજ પતંગે એરોપ્‍લેનોને તેમના લક્ષ્યથી વધુ પડતા નીચા ઊડતાં અટકાવ્‍યા. દરિયામાં ખોવાઈ ગયેલા અથવા ભૂલા પડેલા પાઈલોટ ગીબ્‍સને ગર્લ બોક્‍સ પતંગ દ્વારા પોતાની ભાળ આપી હતી. પાઉલ ગારબરે બનાવેલી ટારગેટ પતંગમાં જડેલા મોટા હીરાને કારણે દરિયામાં રહેલા એરક્રાફ્‍ટને ઓળખી શકાતા હતા.

વૈજ્ઞાનિકસંશોધનો અને શોધોને કારણે હવે મિલિટરીમાં પતંગોનો ઉપયોગ ઘટયો છે. ૫૦ વર્ષ પહેલાં જોવા મળતી પતંગોમાં નવા મટીરિયલ્‍સનો પ્રયોગ કરીને તેને નવું રૃપ આપવામાં આવ્‍યું. નાયલોન, ફાઈબર ગ્‍લાસ, કાર્બન પેપરનો પ્રયોગ કરીને તેને કલરફુલ બનાવવામાં આવી.

પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્‍યતા એવી છે કે, પ્રથમ પતંગ બનાવનાર પુરુષ હકીમલુકમાન હતા. ઇસવીસનના આરંભના અરસામાં ચીનના હળવંશી સમ્રાટના રાજ્‍ય પર જંગલી મોગલો ચડી આવ્‍યા હતા. તે રાજાના દરબારમાં હુઆગ થેંગ નામનો એક વિચક્ષણ વિદ્વાન દરબારી હતો. તેણે ભમરા જેવી અનેક પતંગો ચડાવી તેમ જ ભમરા જેવા ગુંજારવ માટે તેણે પતંગમાં મોટા ભૂંગળાં ગોઠવ્‍યાં હતાં. મોગલો અંધારી રાતે આકાશમાં થતાં રહસ્‍યમય અવાજથી જંગલી દુશ્‍મનો ડરી ગયા અને તેઓ ભાગી ગયા.

ચીન, કોરિયા અને જાપનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો. બેઈજિંગ (ચીન)ની પૂર્વે આવેલા તીઆન જિલ નામના એક પતંગ ઉસ્‍તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી, તેની ડિઝાઈનોની આજે પણ નકલ કરવામાં આવે છે. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવવામાં આવ્‍યો હતો. તે ૩૦ સે.મી. વ્‍યાસવાળા પતંગમાં ૨૪ નાના-નાના પતંગોના તોરણ બનાવવામાં આવ્‍યા હતા. આ પતંગ આકાશમાં સતત ગોળ ગોળ ફરતો રહે છે. ચીની ફિલ્‍મ નિર્માતા જિન કુગોંગ અઠંગ પતંગ પ્રેમી હતો. તેણે ૧૯૫૮ માં પતંગ પર એક ફિલ્‍મ પણ બનાવી હતી.

ચીનના રૃઢિ અને રિવાજ મુજબ છોકરો સાત વર્ષનો થાય ત્‍યારે તેના ભવિષ્‍યને રૃંધતા અનિષ્ટ આત્‍માઓને દૂર ઉડાડી દેવામાં આવે છે જેથી કરીને છોકરાને ભવિષ્‍યમાં નડે નહીં તે માટે તેઓ મોટી પતંગ પર એકડો થઈ શકે એટલો દોર ચડાવવામાં આવે છે, પછી પ્રાર્થના સાથે તેને આકાશમાં છોડી દેવામાં આવે છે. પતંગ ઉપલા વાતાવરણના પ્રબળ પવનની પાંખે ચઢીને દૂર દૂર જતી રહે છે અને તે સાથે બાળકને નડતા અમંગળ તત્ત્વો પણ દૂર દૂર ફેંકાઈ જાય છે

મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય  એક રાશી માંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશિમાં માંથી મકર રાશી માં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

ભારત માં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત  શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે.

સ્ત્રોત } http://gujarati.webdunia.com/religion/festivals/uttarayan/0901/09/109…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s