– કેમ ખોટી ચિંતા કરે છે ? કોનાથી ગભરાય છે ? કોન તને મારી શકે છે ? આત્મા ન તો જન્મે છે કે ન તો મરે છે.- જે થયુ તે સારુ થયુ, જે થઈ રહ્યુ છે તે પણ સારું થઈ રહ્યુ છે, જે થશે તે પણ સારુ જ થશે. તુ ભૂલનો પશ્વાતાપ ન કરીશ, ભવિષ્યની ચિંતા કરો.

– તારું શુ ગયુ તો તુ રડે છે ? તુ શુ લાવ્યો હતો, જે તે ગુમાવી દીધુ છે ? તે શુ ઉત્પન્ન કર્યુ જે નાશ પામશે ? ન તુ કશુ લઈને આવ્યો. જે લીધુ તે અહીંથી જ લીધુ, જે આપ્યુ તે અહીં જ આપ્યુ. જે લીધુ તે પ્રભુ પાસેથી લીધુ, જે આપ્યુ તેને જ આપ્યુ. ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથે જઈ રહ્યા છીએ. જે આજે તારું છે તે ગઈકાલે કોઈ બીજાનુ હતુ. પરમ દિવસે કોઈ બીજાનુ થઈ જશે. તુ આને પોતાનુ સમજીને મગ્ન થઈ રહ્યો છે. બસ આ જ પ્રસન્નતા તારા દુ:ખનુ કારણ છે.

– પરિવર્તન સંસારનો નિયમ છે, જેને તુ મૃત્યુ કહે છે એ જ જીવન છે. એક ક્ષણમાં તુ કરોડોનો માલિક બની જાય છે, બીજી જ ક્ષણે તુ ગરીબ બની જાય છે. મારું-તારું, નાનુ-મોટુ પોતાનુ પારકું મનમાંથી બધુ જ મિટાવી દો. વિચારમાંથી હટાવી દો, પછી બધુ તમારુ છુ અને તમે બધાના છો.

– ન આ શરીર તમારુ, ન તમે શરીરના છો. આ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશથી બનેલુ છે અને એમાં જ મળી જશે. પરંતુ આત્મા સ્થિર છે, પછી તુ ક્યા છે ? તુ પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી દે. આ જ સૌથી ઉત્તમ સહારો છે. જે આને સહારે જીવે છે, તે ભય, ચિંતા, શોકથી હંમેશા મુક્ત છે.

– જે કાંઈ પણ તુ કરે છે, તેને ભગવાનને અર્પિત કરતો જા. આવુ કરવાથી તુ હંમેશા ‘જીવન-મુક્ત’નો અનુભવ કરીશ.

Advertisements

3 thoughts on “ગીતાનો સાર

  1. જય ગુરુદેવ,
    રૂપેનભાઈ, “જ્ઞાનનું ઝરણું” નામ ખરેખર બ્લોગના આર્ટીકલ્સ સાર્થક છે,
    આપનો બ્લોગ ગુજરાતી બ્લોગ જગતની પ્રસાદી રૂપે સદ્દજ્ઞાન વહેચતા રહો એવી શુભેચ્છા સહ,

    કાંતિભાઈ કરસાળા,
    http://gayatrigyanprasad.org/
    http://gaytrignanmandir.wordpress.com/
    http://netjagat.wordpress.com/

    1. આપને શ્રીમદ ભાગવત ગીતા શ્લોકના અર્થ સાથે અને સરળ ભાષામાં વાંચવી હોય તો ગીતા પ્રેસ , ગોરખપુર નું પુસ્તક છે . આ પુસ્તક ની કિંમત ૨૫ રૂ છે અને તેનો કોડ ૧૫૬૫ છે .આ પુસ્તક ઓનલાઈન પણ ખરીદી શકાય છે , તેની લીંક http://www.gitapress.org/search_result.asp

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s