ફિલ્મ 3 ઈડિયટ્સના ૩ ચોર ને જાણો છો ?


હા આ રહ્યા એ ૨૦૦૯ સાલ ના ૩ મહાન ઉઠાગર ચોર . ૧) રાજકુમાર હીરાની , ૨) વીધુ ચોપરા , ૩) અભિજિત જોશી  આ ત્રણે મહાન ચોરોએ ચેતન ભગત ની બુક “ફાઈવ પોઈન્ટ સમવન “

માંથી જ કથા ચોરી ને આ પોતાની કથા કહી રહ્યા છે. ચેતન ના પુસ્તક માં ફિલ્મની માફક જ એન્જ્યરીંગના ત્રણ વિદ્યાર્થીઓની વાત છે.પુસ્તક માં પ્રોફેસર આ ત્રણે ને  idiots  કહે છે.તેમના પર રેગીંગ થાય છે. હીરો રેગીંગ નો જવાબ આપે છે.મશીન ની વ્યાખ્યાઆ  પુસ્તકમાં છે.પાણીની ટાંકી પર થતી પાર્ટી ,વિચિત્ર પ્રોફેસર ,તેની સુંદર પુત્રી ,તેના પુત્રનો ટેન્સનમાં આપઘાત તેમજ આપઘાત ની ચિઠ્ઠી ,તેની પુત્રી ની મદદ થી પેપર ની ચોરી અને પછી પકડાઈ જવું .હિરો હિરોઈન નું પાઈપ થી ઉપર જવું  અને પછી પકડાઈ જવું  અને નીચે ઉભા રહેલા મિત્ર ના ગરીબ પરિવાર ની વાત ,પાંચ વરસ જૂની સાડી,કકળાટ કરતી માં ,બહેનના લગ્ન , ગાડી ની માંગણી ,પિતાની બીમારી.કોલેજમાંથી બહાર કાઢ્યા પછી આપઘાત પ્રયાસ  આ બધું જ ફીલ્મમાં  અને બુકમાં સરખી જ છે. માત્ર હિરો બીજા માટે ભણે છે,
અને તેના મિત્રો દસ વર્ષ પછી તેને શોધવા નીકળે છે અને હિરોઈન ને મંડપ માંથી ભગાડવાનું એજ નથી . બાકી મોટાભાગ નું સરખું છે જ.તો પછી વિધુ , રાજુ , અભિજિત  આ ત્રણે ને શા માટે ક્રેડીટ ? ફીલ્મ માં ચેતન ને ક્રેડીટ આપી છે પણ ફિલ્મ માં છેલ્લે નાના અક્ષર માં નમબરિઆમાં આપ્યું છે. આ ક્રેડીટ નહિ પણ લેખક નું અપમાન કેહવાય.ચેતન  ભગત નો ફોટો તથા બુક નો ફોટો નીચે છે.

  • Paperback: 288 pages
  • Publisher: Rupa & Co. (July 1, 2004)
  • Language: English
  • ISBN-10: 8129104601
  • ISBN-13: 978-8129104601
  • Author: Chetan Bhagat
See full size image

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ


બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

રચના : અદમ ટંકારવી

નો ખુબ ખુબ આભાર

ગીતાનો સાર


– કેમ ખોટી ચિંતા કરે છે ? કોનાથી ગભરાય છે ? કોન તને મારી શકે છે ? આત્મા ન તો જન્મે છે કે ન તો મરે છે.- જે થયુ તે સારુ થયુ, જે થઈ રહ્યુ છે તે પણ સારું થઈ રહ્યુ છે, જે થશે તે પણ સારુ જ થશે. તુ ભૂલનો પશ્વાતાપ ન કરીશ, ભવિષ્યની ચિંતા કરો.

– તારું શુ ગયુ તો તુ રડે છે ? તુ શુ લાવ્યો હતો, જે તે ગુમાવી દીધુ છે ? તે શુ ઉત્પન્ન કર્યુ જે નાશ પામશે ? ન તુ કશુ લઈને આવ્યો. જે લીધુ તે અહીંથી જ લીધુ, જે આપ્યુ તે અહીં જ આપ્યુ. જે લીધુ તે પ્રભુ પાસેથી લીધુ, જે આપ્યુ તેને જ આપ્યુ. ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથે જઈ રહ્યા છીએ. જે આજે તારું છે તે ગઈકાલે કોઈ બીજાનુ હતુ. પરમ દિવસે કોઈ બીજાનુ થઈ જશે. તુ આને પોતાનુ સમજીને મગ્ન થઈ રહ્યો છે. બસ આ જ પ્રસન્નતા તારા દુ:ખનુ કારણ છે.

– પરિવર્તન સંસારનો નિયમ છે, જેને તુ મૃત્યુ કહે છે એ જ જીવન છે. એક ક્ષણમાં તુ કરોડોનો માલિક બની જાય છે, બીજી જ ક્ષણે તુ ગરીબ બની જાય છે. મારું-તારું, નાનુ-મોટુ પોતાનુ પારકું મનમાંથી બધુ જ મિટાવી દો. વિચારમાંથી હટાવી દો, પછી બધુ તમારુ છુ અને તમે બધાના છો.

– ન આ શરીર તમારુ, ન તમે શરીરના છો. આ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશથી બનેલુ છે અને એમાં જ મળી જશે. પરંતુ આત્મા સ્થિર છે, પછી તુ ક્યા છે ? તુ પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી દે. આ જ સૌથી ઉત્તમ સહારો છે. જે આને સહારે જીવે છે, તે ભય, ચિંતા, શોકથી હંમેશા મુક્ત છે.

– જે કાંઈ પણ તુ કરે છે, તેને ભગવાનને અર્પિત કરતો જા. આવુ કરવાથી તુ હંમેશા ‘જીવન-મુક્ત’નો અનુભવ કરીશ.

લેખક પરિચય


વિનોદ ભટ્ટ નો પરિચય

જન્મ : 14 જાન્યુઆરી – 1938, નાંદોલ

પિતા –  જશવંતલાલ

અભ્યાસ :  બી.એ., એલ.એલ.બી.

વ્યવસાય:  આવકવેરા સલાહકાર, પત્રકાર.

સન્માન : કુમાર ચંદ્રક, જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક.

વિનોદ ભટ્ટના કેટલા મને જાણ છે તેની યાદી

૧) વિનોદની નજરે, ૨) નમું તે હાસ્ય ભ્રમને , ૩) પહેલું સુખ તે માંદા પડ્યા,

૪) એવા રે અમે એવા , ૫) આંખ આડા કાન, ૬) ઈદમ તૃતીયમ ,

૭ ) મંગલ અમંગલ, ૮) પ્રભુ ને ગમ્યું તે ખરું ———-

અને ઘણાં બધા ———–