ફિલ્મ 3 ઈડિયટ્સના 3 જીનીયસને જાણો છો ?

ફિલ્મ 3 IDIOTS માં તમે સહુએ ત્રણ ઈડિયટને જોયા. પણ એ જ ફિલ્મમાં ત્રણ જીનીયસની કારીગરી નિહાળી ? રાંચોની લદ્દાખની શાળામાં સ્કુટરથી ચાલતી અનાજ દળવાની ઘંટી, સાયકલથી ચાલતું વૉશિંગ મશીન અને પેડલથી ચાલતી “કાતર”થી ઘેટાંના વાળ કાપતો હજામ જોયો હશે. આ શોધના અસલી પ્રતિભાશાળી શોધકોને ઓળખો છો ?   આ રહ્યા એ ત્રણ…
  • રમ્યા જોઝ મલ્લાપુરમ, કેરાલાની 20 વર્ષની કન્યા. દસમાં ધોરણમાં હતી અને માને કેંસરની બીમારી થઇ. ઘરની જવાબદારી નાનકડી રમ્યા પર આવી પડી. રસોઇ કરવી, ઘર સફાઇ કરવી, વાસણ કરવાં, કપડાં ધોવાં અને ઉપરથી નિશાળમાં દસમાની તૈયારી કરવી. ક્લાસમાં પહેલો નંબર રાખતી રમ્યાએ વીજળી વગર ચાલતા વૉશીંગ મશીનની ડીઝાઇન બનાવી. તેના પિતા જૉસેફ પોતે શિક્ષક છે તેણે રમ્યાની ડીઝાઇનમાં રસ લીધો અને સ્થાનિક ફેબ્રિકેટરની મદદથી પેડલથી ચાલતું વૉશીંગ મશીન બનાવ્યું. નેશનલ ઇનોવેટીવ ફાઉંડેશન (NIF) એ આ શોધમાં રસ લીધો અને “ગ્રાસ રૂટ ટેકનોલોજીકલ ઇનોવેશન એંડ ટ્રેડીશનલ નોલેજ” ની હરિફાઇમાં આશરે 25000 હરીફોમાં રમ્યા પ્રથમ આવી. તે વખતના ભારતના રાષ્ટ્રપતિ માન. શ્રી અબ્દુલ કલામે તેને એવોર્ડ આપ્યો. ડીસ્કવરી ચેનલે તેની શોધનો વીડીયો ઉતાર્યો અને તે યુ-ટ્યુબ પર હીટ પુરવાર થયો. (http://www.youtube.com/watch?v=rk-H8gGPsGU) હાલમાં રમ્યા ઈલેક્ટ્રોનિક એંજિનીયરીંગમાં અભ્યાસ કરે છે.
ફિલ્મ 3 ઈડિયટ્સનું એક દ્રશ્ય જેમાં પશ્ચાદભૂમાં
સ્કુટરથી ચાલતી ચક્કી છે. (સૌજન્ય: હિ. ટા.)
  • મહારાષ્ટ્રના જલગાંવના જહાંગીર પેઇંટરે (49) પોતાની પત્નીને રોજરોજ ઘઉં દળાવવા માટે બે-ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો અપાવવા અને દસ દસ કલાકના પાવર કટથી બચવા સ્કુટરથી ચાલતી ઘંટી બનાવી આપી.
જહાંગીર પેંટર તેની સ્કુટર થી ચાલતી
ચક્કી સાથે.( Photo: Ganesh Surse-HT)
  • મોહમ્મદ ઇદરીશ (32) : ઉત્તર પ્રદેશમાં મીરત ડીસ્ટ્રિક્ટનો હજામતનો ધંધો કરતો પાંચમી ફેલ બાર્બર. આ જવાંમર્દે સાયકલથી ચાલતી ઘોડાના વાળ કાપવાની “કાતર” બનાવી. જે ઈલેક્ટ્રીક શેવર કરતાં અર્ધા સમયમાં કામ કરી આપતી હતી.

ફિલ્મ 3ઇડિયટ્સના નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મના નફામાંથી આ ત્રણ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે “નેશનલ ઇનોવેશન ફાઉંન્ડેશન (NIF)” ને દાન ની જાહેરાત કરી છે. કે જેની પાસેથી આ ત્રણેય શોધો ફિલ્મમાં લેવામાં આવી હતી.

આ નેશનલ ઇનોવેશન ફાઉંન્ડેશન. (NIF) શું છે તે પણ જાણીએ. નવ વર્ષ પહેલાં ભારત સરકાર દ્વારા “હની બી નેટવર્ક” ના સહકારથી સ્થપાયેલ સંસ્થાન છે. આ હની બી નેટવર્ક, અમદાવાદની પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થા IIM ના પ્રોફે. અનિલ ગુપ્તાની સોળ વર્ષથી ગ્રાસ રૂટ કક્ષાએ થતી સંશોધનાત્મક પ્રવૃત્તિની પ્રણેતા સંસ્થા છે. NIF પાસે 140000 નવી શોધખોળો છે. જે ભારતના 545 જીલ્લાઓના અજાણ્યા સંશોધકોનું પ્રદાન છે. આમાંથી 220 પેટંટ અરજીઓ ભારતમાં અને એક US માં કરવામાં આવી છે. અને આ બંને સંસ્થાઓને ફિલ્મના ટાયટલમાં ક્રેડિટ આપવામાં આવી છે.

વધુ માહિતી માટે “સૃષ્ટિ” (SRISTI-SOCIETY FOR RESEARCH AND INITIATIVES FOR SUSTAINABLE TECHNOLOGIES AND INSTITUTIONS). ની વેબ સાઇટ પર ક્લિક કરો.

સ્રોત :(1)Bhajman Nanavaty,

http://bhajman-vartalap.blogspot.com/2010/01/3-3.html#more

(2)હિંદુસ્તાન ટાઇમ્સ, http://www.hindustantimes.com/News-Feed/india/Top-grosser-3-Idiots-to-fund-real-life-inventors/Article1-492261.aspx
(3) NDTV INDIA. http://www.youtube.com/watch?v=VhlUVdbU9Lk&feature=related
(4) SRISTI http://www.sristi.org/cms/?q=en

Advertisements

10 thoughts on “ફિલ્મ 3 ઈડિયટ્સના 3 જીનીયસને જાણો છો ?

  1. રુપેન ભાઈ આજે પ્રથમ વાર તમારા બ્લોગની મુલાકાત લીધી પણ ખરેખર મજા આવી આપ ખુબ સરસ માહિતી નો ફેલાવો કરી રહ્યા છો મને એમ થયું કે આટલા સરસ બ્લોગની મુલાકાત માં હું બૌ લેટ છું. આપને ખુબ ખુબ ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s