પુસ્તક પરિચય
લેખક :ઝવેરચંદ મેઘાણી , પ્રકાશક : આદર્શ પ્રકાશન
ઇ.સ . ૨૦૦૯ પૂજ્ય .રવિશંકર મહારાજ ની સવાશતાબ્દીનું વર્ષ હતું. પૂ. મહારાજ સૌના લાડકવાયા પ્રેમાળ વડીલ હતા.આજની નવી પેઢીને પૂ. મહારાજ વિશે સામાન્ય જાણકારી પણ ના હોય તે વાત બહુ દુખ ની છે. પૂ. મહારાજે ગાંધીજી ના આશીર્વાદ થી ગુજરાતના મહીકાંઠા ના વિસ્તારો માં સેવા ખુબ કરી હતી. તેમનો જીવન મંત્ર હતો ઘસાઈ ને ‘ઉજળા થઈએ’ .આવા પ્રંસગો આ પુસ્તકમાં સતત અનુભવાય છે. એ સંસ્કારપુરુષે પોતાની આ અનુભવમૂડી મેઘાણી ની કલમ મારફતે ગુજરાતના વાચકો માટે ધરી ને આપણાં સૌ પર મોટો ઉપકાર કર્યો છે. પુસ્તક ધ્વારા આજ ની નવી પેઢી પૂ. મહારાજ ના વિચારો સમજે અને વ્યવહાર માં ઉતારે તેમાં જ આ પ્રકાશનની સાર્થકતા છે.
This site is wonderful and heart touching
great
શ્રી રુપેનભાઇ
માણસાઈના દીવા પ્રગટાવતો એક ગુજરાતનો મુક સેવક સ્વર્ણિમમાં વારંવાર ભુલાયો છે.
મેં તો રૂબરૂ પાચ ફૂટના અંતરે બેસીને સાભળ્યા ને માણ્યા છે બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં .
મારા બ્લોગમાં જે લોગો છે તે ગુજરાતના ધ્વજ ૨૦૦૯ માં ચીનમાં બનાવડાવ્યા હતા.
આપનું સરનામું મારા મેઈલ એડ્રેસ પર કરશો તો જેસરવાથી મોકલી આપીશ
શ્રી.રૂપેનભાઈએ
માણસાઈના દીવડા ને આપે પ્રગટાવી
ખરેખર પ્રસંસાનું કાર્ય કરેલ છે.
આપે પોસ્ટ મુકી તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.
ઘસાઈને ઉજળા થવુ એ એમનો જીવનમંત્ર છે.
અભિનંદન સાહેબ….!
લખતા રહો
લિ.કિશોરભાઈ પટેલ