વાંચે ગુજરાત


‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ  જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
આપ સૌ પણ આ સંકલ્પમાં, અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી.


સ્ત્રોત } સંદેશ સમાચાર

ખલીલ જિબ્રાન


ખલીલ જિબ્રાન               પ્રકાશક : આદર્શ પ્રકાશન ,ગાંધી રોડ https://i0.wp.com/www.divyabhaskar.co.in/2009/09/27/images/Khalil1.jpg

ખલીલ જિબ્રાન ના કેટલાક ગુજરાતીમાં પ્રગટ થયેલા પુસ્તકો
૧.અંત:કરણ ના અંતરંગ
૨.પ્રેમ અને પરિમલ
૩.અંતરની આગ
૪.તૂટેલીપાંખ
૫.મંદિરદ્વારે
૬.યુગ્પુરૂસનું ઉપવન
૭.રુદન અને હાસ્ય
૮.વિદ્રોહી આત્મા
૯.અગ્રદૂત

૧૦.વિદાય વેળાએ (ધ પ્રોફેટ)  નવજીવન પ્રકાશન

ફાધર વાલેસ


Father Vales

કાર્લોસ જોસે વાલેસ, ‘ફાધર વાલેસ’ (૪-૧૧-૧૯૨૫): નિબંધકાર. જન્મ સ્પેનના લોગ્રોનોમાં. ૧૯૪૧માં એસ.એસ.સી. ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૬૦થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક. ૧૯૬૬માં કુમારચંદ્રક અને ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

એમના ચિંતનાત્મક નિબંધોમાં મુખ્યત્વે જીવનઘડતર અને સંસ્કાર ઘડતરનું લક્ષ્ય હોય છે. ‘ગુજરાત સમાચાર’માં આવતી ‘નવી પેઢીને’ ખૂબ લોકપ્રિય બની હતી. સરલ ગદ્યમાં અનોખી અભિવ્યક્તિઓ એમના લખાણની વિશેષતા છે.

૧.પ્રસન્નતા ની પાંખડીએ ,  ૨. જીવાન્મંગલ,    ૩.કુટુંબ મંગલ,

૪. સમાજ મંગલ,  ૫. શિક્ષણ મંગલ ,  ૬. પ્રેરણા મંગલ,

૭ . લગ્ન સાગર ,  ૮ .સદાચાર,  ૯. વ્યક્તિ ઘડતર ,

૧૦. નિબંધ વૈભવ   .

આ સિવાય ઘણા પુસ્તકો છે તે પણ વાંચજો .

માણસાઈના દીવા


પુસ્તક પરિચય

લેખક :ઝવેરચંદ મેઘાણી ,               પ્રકાશક : આદર્શ પ્રકાશન
ઇ.સ . ૨૦૦૯ પૂજ્ય .રવિશંકર મહારાજ ની સવાશતાબ્દીનું વર્ષ હતું. પૂ. મહારાજ સૌના લાડકવાયા પ્રેમાળ વડીલ હતા.આજની નવી પેઢીને પૂ. મહારાજ વિશે સામાન્ય જાણકારી પણ ના હોય તે વાત બહુ દુખ ની છે. પૂ. મહારાજે ગાંધીજી ના આશીર્વાદ થી ગુજરાતના મહીકાંઠા ના વિસ્તારો માં સેવા ખુબ કરી હતી. તેમનો જીવન મંત્ર હતો ઘસાઈ ને ‘ઉજળા થઈએ’ .આવા પ્રંસગો આ પુસ્તકમાં સતત અનુભવાય છે. એ સંસ્કારપુરુષે પોતાની આ અનુભવમૂડી મેઘાણી ની કલમ મારફતે ગુજરાતના વાચકો માટે ધરી ને આપણાં સૌ પર મોટો ઉપકાર કર્યો છે. પુસ્તક ધ્વારા આજ ની નવી પેઢી પૂ. મહારાજ ના વિચારો સમજે અને વ્યવહાર માં ઉતારે તેમાં જ આ પ્રકાશનની સાર્થકતા છે.