કેહવત બોધ


 1. કીડી ને કણ ને હાથી ને મણ.
 2. કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ.
 3. કાગ ને બેસવું ને ડાળ નું પડવું.
 4. કાગડો દહીંથરું લઇ ગયો.
 5. કરે તેવું પામે.
 6. કુંભાર કરતા ગધેડા ડાહ્યા.
 7. કમળો હોય તેને બધું પીળું જ દેખાય.
 8. કાળ જાય ને કેહવત રહી જાય.
 9. કરવા ગયા કંસાર ને થઇ ગઈ થુલી.
 10. કર્મ કર્યાં તેને કામણ કર્યાં.

શ્રી કૃષ્ણ ની વાણી


જ્ઞાનયોગ

 1. જેમના હ્રદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ભગવાન નું જ્ઞાન સમજાય છે.
 2. જે રીતે ઉગતો સુરજ રાત્રીના અંધકારનો નાશ કરે છે, તે જ રીતે આત્માનું જ્ઞાન ભ્રમ માત્ર ને હટાવી દે છે.
 3. માનવ જ્ન્મ ધન્ય છે. સ્વર્ગવાસીઓ  પણ તેની ઈચ્છા કરે છે. કારણ કે માનવજન્મ ધ્વારા જ વાસ્તવિક જ્ઞાન અને વિશુદ્ધ પ્રેમ ની પ્રાપ્તિ થઇ શકે છે.
 4. સર્વવ્યાપી પરમાત્મા ન તો કોઈ નું પાપ લે છે, ન તો કોઈ નું પુણ્ય . માયા થી જ્ઞાન ઢંકાયેલું છે. તેથી બધા જીવો મોહ પામે છે.


ભગવાન બુદ્ધ ની વાણી


ચાર આર્ય સત્ય

 1. દુખ છે.
 2. દુખ નું કારણ છે.
 3. દુઃખનું નિવારણ છે.
 4. દુખના નિવારણ નો માર્ગ છે.

ઉપદેશ

 • હત્યા ના કરો.
  ચોરી ના કરો.
  વ્યભિચાર ના કરો.
  અસત્ય ના બોલો.
  નિંદા ના કરો.
  કર્કશ વાણી ના બોલો.
  વ્યર્થ વાતો ના કરો.
  બીજાની સંપત્તિ પર નજર ના રાખો.
  તિરસ્કાર ના કરો.
  ન્યાયપૂવર્ક  વિચારો.