ખલિલ જિબ્રાન નું મંતવ્ય

સામાન્ય
  • 1. જરૂરિયાત અને વિલાસની વચ્ચે કોઇ માણસ રેખા દોરી શકતો નથી. માત્ર દેવદૂત જ એ કરી શકે. એ દેવદૂત એટલે આપણાં જ સુંદર વિચારો
  • 2. તમે જેટલું આપી શકો તેમ હો એથી વધુ આપો તેનું નામ ઉદારતા અને તમારે જેટલાની જરૂર હોય તે કરતાં ઓછુ લો તેનું નામ ગૌરવ.
  • 3. ઘણાં સમય પહેલાથી જ આપણે આપણાં હર્ષ અને શોકની પસંદગી કરી લીધેલી હોય છે. પાછળથી એમને અનુભવવાનો વાંધો આવે છે.
  • 4. માનવી જીવનનો મર્મ એણે જે સિધ્ધિ મેળવેલી છે તેમાં રહેલો નથી, પરંતુ એ જે સિધ્ધ કરવા મથે છે તેમાં રહેલો છે.
  • 5. જ્યારે માનવીઓ મારા વાતોડિયા અવગુણોની પ્રશંશા કરવા લાગ્યા અને મારા મૂંગા સદગુણોની નિંદા કરવા લાગ્યા ત્યારે મારામાં એકાંતવાસની વૃતિ જન્મી.
  • 6. જ્યારે મારૂ મધપાત્ર ખાલી હોય છે ત્યારે તેનું ખાલીપણુ મને સાલતુ નથી. એનો જરાપણ સંતાપ મને થતો નથી. પરંતુ, જ્યારે એ અધુરૂ ભરેલુ હોય છે ત્યારે જ મને એનાં પર ચીડ ચડે છે.
  • 7. આદતો, ઉમળકાઓ અને ધૂનોનાં જોરે નહિ, પરંતુ વિશુધ્ધ બુધ્ધિનાં જોરે ચાલતો માનવી મને ક્યા જડશે?
  • 8. લંગડો પોતાની કાંખઘોડી દુશ્મનનાં માથામાં મારવામાં ન વાપરે એમાજ એનું ડહાપણ રહેલું છે.

સ્ત્રોત } રોહિત વણપરીયા

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s